Skip to toolbar

ચાંદબાગમાં પથ્થમારામાં IB કોન્સ્ટેબલ અંકિતનું મોત, પરિવારની મદદ કરવા માટે ઘરે જઈ રહ્યા હતા

હિંસાથી અસરગ્રસ્ત વિસ્તાર ચાંદબાગમાં બુધવારે ઈન્ટેલિજન્સ બ્યૂરોના હેડ કોન્સ્ટેબલ અંકિત શર્માની લાશ મળી આવી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અંકિત પથ્થરમારાનો શિકાર બન્યા હતા. તેમના પિતા પણ IBમાં છે. લાશને પોસ્ટમાર્ટમ માટે ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટમાં એક સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. મુરલીધર અને જસ્ટિસ અનૂપ જે. ભંભાનીની બેંચે અંકિતની હત્યાને દુઃખદ ગણાવી હતી. હાઈકોર્ટે અન્ય અધિકારીઓને કહ્યું તમે જાતે જઈને અંકિતના પરિવારની મુલાકાત કરો.
જો કે, અંકિત પરિવારના ફોન બાદ ઘરે આવી રહ્યા હતા. આ દરમિયા પથ્થરમારામાં જીવ ખોઈ બેઠા હતા. ઓટોપ્સી માટે તેમની લાશ લઈ જવામાં આવતી હતી. અંકિતના ભાઈએ જણાવ્યું કે, મંગળવાર સાંજે અચાનક હુલ્લડખોરોએ શેરીમાં ઘુસીને પથ્થરમારો અને આગચંપી કરી હતી. પરિવારજનોએ મદદ માટે અંકિતને ફોન કર્યો હતો. અંકિત જ્યારે ઘરે આવી રહ્યા હતા, ત્યારે હુલ્લડખોરો તેમને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદથી તેમની કોઈ ભાળ મળી ન હતી. 26 વર્ષીય અંકિત 2017માં IBમાં જોડાયા હતા. ચાંદબાગ વિસ્તારમાં મંગળવાર સાંજથી જ સમાચાર આવી રહ્યા હતા કે હુલ્લડખોરોએ કોઈ માણસને મારીને નાળામાં ફેંકી દીધો છે. જો કે, હવે તેની સ્પષ્ટતા થઈ ગઈ છે કે એ વ્યક્તિ અંકિત હતો.
AAP નેતાઓ પર આરોપ
મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અંકિતના પિતા રવિન્દ્ર શર્માએ દીકરાની હત્યા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. આરોપ છે કે અંકિત સાથે પહેલા મારઝુડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ગોળી મારી દેવાઈ છે.
કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અંકિતના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેજરીવાલે કહ્યું- આ એકદમ દુઃખદ વાત છે, આરોપીઓને છોડવામાં નહીં આવે, 22 લોકો પહેલાથી જ મોતને ભેટી ચુક્યા છે. આશા કરુ છું કે દિલ્હી ઝડપથી આ સમયમાંથી બહાર આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *