Skip to toolbar

શાહી સત્કાર / ટ્રમ્પ અને તેમના પરિવારને ગોલ્ડ પ્લેટેડ ક્રોકરીમાં ભોજન પીરસવામાં આવશે, 35 લોકોએ ત્રણ અઠવાડિયામાં તૈયાર કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે. તેમના સ્વાગત માટે દિલ્હી અને અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીઓના ભાગરૂપે જયપુરથી ટ્રમ્પ અને તેમના પરિવાર માટે ખાસ ક્રોકરી તૈયાર કરવામાં આવી છે. આ ક્રોકરીમાં ભોજન પીરસવામાં આવશે. ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે.
અરૂણ પાબૂવાલે જણાવ્યું કે આ ખાસ ક્રોકરીમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરશે. તેમાં ટી કપ સેટથી લઇને ડ્રાયફ્રૂટ રાખવાની કટલરી પણ સામેલ છે. તેની સાથે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ પર નામ પણ લખવામાં આવ્યા છે. આ સેટને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે. પાબૂવાલે જણાવ્યું કે આ સમગ્ર સેટ બનાવવામાં બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગ્યો હતો. 35 લોકોની ટીમ તેમાં કામે લાગી હતી. ક્રોકરીમાં અલગ અલગ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લે તેમને અસલી સોના અને ચાંદીની લેયરથી સજાવવામાં આવી છે.
બરાક ઓબામા માટે ક્રોકરી ડિઝાઇન કરી ચૂક્યા છે
આ પહેલા અરૂણ પાબૂવાલે ભારતયાત્રા સમયે બરાક ઓબામા સહિત ઘણા VVIP મહેમાનો માટે ટેબલ વેર ડિઝાઇન કર્યા છે. ક્રિકેટ વર્લ્ડ કપથી લઇને ઘણા બ્યૂટી કોન્ટેસ્ટ માટે પણ તેઓ ટ્રોફી ડિઝાઇન કરી ચૂક્યા છે.
સૌથી મોટી અને વજનદાર ટ્રોફી પણ ડિઝાઇન કરી છે
આઇગેટ સીઇઓ કપ ગોલ્ફ ટૂર્નામેન્ટના પ્રથમ એડિશનના વિજેતાના આપવામાં આવેલી સૌથી વજનદાર અને મોટી ટ્રોફી પણ પાબૂવાલે ડિઝાઇન કરી છે. આ 21 ઇંચ ઉંચી અને 8.6 કિલો વજનની હતી જેમાં હીરાં અને માણેક ઉમેરવામાં આવ્યા હતા. તેમાં રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડકપ, ઇન્ડિપેન્ડન્સ કપ, હીરો કપ એમઆરએફ વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડકપ, વિલ્સ વર્લ્ડકપ, અબૂધાબી ફ્રેન્ડશીપ કપ, ઇન્ડિયન ઓઇલ વર્લ્ડકપ, આઇસીએલ એફ1 રેસ જેવી ટ્રોફી ડિઝાઇન કરીને ચર્ચામાં આવેલા પાબૂવાલ બેનમૂન ગોલ્ડ ટ્રોફી ડિઝાઇન કરીને ચર્ચામાં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *